<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

‘રંગમંડપ'નું ગૌરવઃ મિહિર રાવલ અને હર્ષલ પ્રજાપતિને ઇનામ

રાજકોટઃ તા.૧૬, અમદાવાદના ખાડિયા વિસ્‍તારમાં આવેલ રંગમંડપ ગરબા ક્‍લાસ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ક્‍લાસના બે પ્રતિભાશાળી ખેલાડીઓ મિહિર રાવલ અને હર્ષલ પ્રજાપતિએ એસ.જી. હાઇવે પરવિન્‍ટેજ રમઝટ, એસ. કે. ફાર્મ ખાતે યોજાયેલા ગરબા કાર્યક્રમમાં ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરીને વિશેષ સન્‍માન મેળવ્‍યું છે.આ કાર્યક્રમમાં મિહિર રાવલને તેમના શાનદાર પ્રદર્શન બદલ બેસ્‍ટ પ્‍લેયર અને હર્ષલ પ્રજાપતિને તેમની અનોખી શૈલી તથા આકર્ષક રજૂઆત બદલ બેસ્‍ટ સ્‍ટાઇલ ના ખિતાબથી નવાજવામાં આવ્‍યા હતા.

બંને ખેલાડીઓની આ સિદ્ધિ તેમની મહેનત, સમર્પણ અને ગરબા પ્રત્‍યેના અતૂટ જુસ્‍સાનું પ્રતિબિંબ છે. તેમની સફળતાથી રંગમંડપ ગરબા ક્‍લાસના સંચાલકો, શિક્ષકો અને સમગ્ર પરિવારમાં ખુશી તથા ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. રંગમંડપ પરિવારે બન્‍ને ખેલૈયાઓને અભિનંદન પાઠવ્‍યા છે.

(2:14 PM IST)