તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ બિનશૈક્ષણિક કામગીરીના વધતા ભારણ સામે વિરોધ નોંધાવ્યો
શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું કે, CTS, CET, જ્ઞાન સાધના, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ, ‘એક પેડ મા કે નામ’, વિવિધ સપ્તાહોની ઉજવણી અને ઓનલાઇન તાલીમો જેવી અનેક કામગીરી સોંપવામાં આવે છે.

દિયોદર તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ બિનશૈક્ષણિક કામગીરીના વધતા ભારણ સામે વિરોધ નોંધાવ્યો છે. દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ ધારાસભ્ય કેશાજી ચૌહાણને આવેદનપત્ર આપી વધારાની કામગીરીમાંથી મુક્ત કરવાની માંગ કરી હતી. શિક્ષકોએ રજૂઆતમાં જણાવ્યું કે, CTS, CET, જ્ઞાન સાધના, ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ, ‘એક પેડ મા કે નામ’, વિવિધ સપ્તાહોની ઉજવણી અને ઓનલાઇન તાલીમો જેવી અનેક કામગીરી સોંપવામાં આવે છે. મોટાભાગની કામગીરી ઓનલાઇન હોવાથી સર્વરની સમસ્યાઓ વચ્ચે મોડી રાત સુધી કામ કરવું પડતું હોવાનો આક્ષેપ કર્યો હતો.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
