<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd June 2026

શુક્રવારે સુરત આવતા વડાપ્રધાનઃ દિલ્‍હીથી SPGનું આગમનઃ કાર્યક્રમ સ્‍થળોની ચકાસણીનો ભારે ધમધમાટ

વિશ્વ પર્યાવરણ દિવસે પીએમ આવતા હોવાથી ધારાસભ્‍યો અને કોર્પોરેટરોને ઇલેક્‍ટ્રિક વાહનમાં આવવા અથવા પગપાળા આવવા રાજ્‍ય સરકાર દ્વારા સૂચનાઃ કાર્યક્રમ સ્‍થળે ખાસ ચાર્જિંગ પોઇન્‍ટની વ્‍યવસ્‍થા કરવામાં આવી : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જાતે સુકાન સંભાળ્‍યું: ASL સમયે સુરત રેન્‍જ વડા પ્રેમવીરસિંહ, ટ્રાફિક બ્રાન્‍ચ વડા સજ્જનસિંહ પરમાર અને એડી સીપી મહેન્‍દ્ર બગડિયા સહિત અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા : ક્રાઈમ બ્રાન્‍ચ, લ્‍બ્‍ઞ્‍, ભ્‍ઘ્‍ગ્‍ એક્‍ટિવ મોડમાં: કરણરાજ વાઘેલા, બલરામ મીના વિગેરે સક્રિયઃ હજીરા ખાતે સુરક્ષા વ્‍યવસ્‍થાના નિયમોનું ચુસ્‍ત પાલનઃ સેન્‍ટ્રલ શણુ અને ષ્ટળં સાથે સીપી દ્વારા સંકલન

રાજકોટ તા.૫: વિશ્વ પર્યાવરણ દિવસ, શુક્રવારના રોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી સુરત અર્થાત્‌ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

નરેન્‍દ્રભાઇ મોદીની સુરત મુલાકાતને લઈને પોલીસ તંત્ર દ્વારા અભેદ સુરક્ષા વ્‍યવસ્‍થા ગોઠવવા ભારે ધમધમાટ શરૂ થયો છે.

સુરક્ષા વ્‍યવસ્‍થાની તૈયારીઓ

૧. પોલીસ કમિશનરના નેતળત્‍વમાં આયોજનઃ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતના સીધા નેતળત્‍વ હેઠળ શહેરના સિનિયર પોલીસ અધિકારીઓના માર્ગદર્શનમાં ચુસ્‍ત બંદોબસ્‍ત ગોઠવાઈ રહ્યો છે.

૨. SPGની ટીમ સુરત પહોંચીઃ પ્રોટોકોલ મુજબ વડાપ્રધાનની સુરક્ષા વ્‍યવસ્‍થાનું જાત નિરીક્ષણ કરવા એડવાન્‍સ લાયઝનિંગ તૈયારીઓના ભાગરૂપે દિલ્‍હીથી SPGના ટોચના અધિકારીઓ સુરત આવી પહોંચ્‍યા છે.

૩. સ્‍થળ નિરીક્ષણઃ SPGની ટીમે હજીરા L&T પ્‍લાન્‍ટ સહિત ૨૦ હજારથી વધુ લોકો જ્‍યાં વડાપ્રધાનના સંબોધન માટે ઉપસ્‍થિત રહેશે તેવા તમામ કાર્યક્રમ સ્‍થળોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સુરત રેન્‍જ IG પ્રેમવીરસિંહ, ટ્રાફિક DCP સજ્જનસિંહ પરમાર અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડિયા પણ હાજર રહ્યા હતા.

૪. ઉચ્‍ચ સ્‍તરીય સંકલનઃ પોલીસ કમિશનર સેન્‍ટ્રલ IB અને PMO કાર્યાલય સાથે સતત સંપર્કમાં છે. મુખ્‍ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવ પણ સુરત પહોંચતા પહેલા સુરક્ષા વ્‍યવસ્‍થાની તમામ વિગતો મેળવી રહ્યા છે.

વિશ્વ પર્યાવરણ દિવસે PM મોદીની મુલાકાતને લઈને સમગ્ર સુરત શહેરમાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.

વધુમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનારા તમામ ધારાસભ્‍યો અને કોર્પોરેટરોને ઇલેક્‍ટ્રિક વાહન (EV)માં આવવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રદૂષણ ઘટાડવા અને ગ્રીન એનર્જીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી રાજ્‍ય સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. કાર્યક્રમ સ્‍થળે EV માટે ખાસ ચાજિર્ંંગ પોઈન્‍ટની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

 

 

 

(3:07 PM IST)