તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
જંગી જનમેદની વચ્ચે નરહરિ અમીન અને પંકજ પટેલનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન
વડોદરામાં નરેન્દ્રભાઇ મોદીએ નવનિર્માણ આંદોલનને યાદ કર્યુ

વડોદરામાં સરદારધામ-૩ લોકાર્પણ પ્રસંગે અન્નપૂર્ણાધામ અમદાવાદના વડા અને રાજયસભાના સભ્યશ્રી નરહરિ અમીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સન્માન કરેલ તે પ્રસંગની તસ્વીરમાં શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત છે.
રાજકોટ તા.૧૨: ગઇકાલે વડોદરામાં પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા નિર્મિત સરદારધામ-૩ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જંગી જનમેદની વચ્ચે આજથી પાંચ દાયકા પૂર્વના ગુજરાતના નવનિર્માણ આંદોલનને યાદ કરી તે વખતના આંદોલનના અગ્રણી શ્રી નરહરિ અમીન (સાંસદ) અને ઝાયડસવાળા શ્રી પંકજ પટેલનો ઉલ્લેખ કરેલ તે સમયે બન્ને મંચ પર ઉપસ્થિત હતા.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવેલ કે અહીંયા અમે ત્રણ એવા લોકો બેઠા છીએ કે જેનો વિશેષ નાતો છે. એક પંકજભાઇ, બીજા નરહરિ અમીન. અમે બધા નવનિર્માણની ઓલાદ છીએ.
સરદારધામના કાર્યને વખાણતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યુ ક. સંસ્થાના પ્રયાસોથી યુવાઓ અને ખાસ કરીને દીકરોઓને નવી તકો મળી રહી છે. અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલનું ભુમિપુજનથી લઇને લોકાર્પણ સુધીની સફર અને આજે હજારો દિકરીઓ ત્યાં શિક્ષણ લઇ રહી છે તે ગોૈરવની બાબત છે. દેશભરમાં સરદારધામ જેવી સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપી રહી છે. આજે દિકરીઓ માટેના નવા છાત્રાલયનું ભૂમિપુજન થયુ છે. તેમણે જણાવ્યુ કે સમાજ અને સરકાર સાથે મળીને કાર્ય કરે ત્યારે જ વ્યાપક અને સ્થાયી પરિણામો મળેછે.(૨.૧૧)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
