તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
ખાનગી લક્ઝરી બસ-ટ્રક ચાલકોએ બાયોડીઝલનો વપરાશ વધારી દીધો
ડીઝલના ભાવ વધારા અને અછતના પગલે : સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઈવે પર ખાનગીમાં મોટા પ્રમાણમાં બાયોડીઝલના પંપ સક્રિય થઈ ગયા : તંત્રની ખુલ્લી છૂટ

અમદાવાદ,તા.૩૦: ઇરાન-અમેરિકાના યુદ્ધને પગલે ઇંધણની અછત સર્જાતા ડીઝલ અને પેટ્રોલના ભાવ વધવાની સાથે ડીઝલનો પુરવઠો અપુરતો મળી રહ્યો છે. ત્યારે ગેરકાયદે બાયો ડીઝલનું વેચાણ કરતા તત્વો વધુ પ્રમાણમાં સક્રિય થયા છે. અમદાવાદ અને સુરતથી સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જતી ખાનગી લક્ઝરી બસ અને ટ્રક ચાલકોએ પણ ડીઝલનો ભાવ વધતા હવે બાયો ડીઝલનો ઉપયોગ વધારી દીધો છે. સૌથી નવાઈની વાત એ છે કે હાઇવે પર સ્થાનિક પોલીસ અને પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા બાયો ડીઝલના ગેરકાયદે વેચાણની ખુલ્લી છુટ આપવામાં દેવી છે.
ઈરાન-અમેરિકાના યુદ્ધને પગલે ભારતમાં ઇંધણના ભાવમાં સતત વધારો જથ્થો મર્યાદિત આવી રહ્યો છે. ત્યારે થઈ રહ્યો છે અને પેટ્રોલ પંપ પર ડીઝલનો ગુજરાતમાં ટ્રાન્સપોર્ટના સંચાલકોએ તેમના ટ્રકમાં ડીઝલના બદલે બાયો ડીઝલનો વપરાશ શરૂ કરી દીધો છે. વાત માત્ર ટ્રાન્સપોર્ટ સંચાલકોની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જતી મોટાભઆગની ટ્રાવેલ્સ બસના સંચાલકોએ પણ હવે બાયો ડીઝલ તરફ વળ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક, સમયે ખુબ મોટાપ્રમાણમાં બાયો ડીઝલના દરોડાની કાર્યવાહી થતા બાયો ડીઝલના ગેરકાયદે પંપુ શરૂ થયા હતા. ત્યારબાદ માફિયાઓનું નેટવર્ક કાબુમાં આવ્યું હતું. પરંતુ, ડીઝલમાં ભાવ વધારો અને અછતનો ફાયદો લઈને જુના તત્વો ફરીથી સક્રિય થઇ ગયા છે. જેમાં હવે હાઇવે પર હોટલ પર નહી પણ કોઈ ખેતરમાં પ્લોટ રાખીને બાયો ડીઝલનો કારોબાર કરવામાં આવી રહ્યો છે. અમદાવાદથી પોરબંદર તેમજ જુનાગઢ સોમનાથ રૂટની મોટાભાગની ટ્રાવેલ્સ ગોંડલ જેતપુર વચ્ચે આવેલા બાયો ડીઝલના પંપ પર જઈને ટાંકી ફૂલ કરાવે છે. જ્યારે જામનગર રૂટમાં પ્રોલ બાદ કેટલાંક સ્થળોએ બાયો ડીઝલ પંપ ખાનગીમાં શરૂ થઈ ગયા છે. કચ્છ જતા પ્રાંગધ્રા બાદ કેટલાંક સ્થળોએ બાયો ડીઝલનું નેટવર્ક સક્રિય થયું છે. જ્યારે અમદાવાદ રાજકોટ હાઈવે પર કેટલાંક ખનીજ માફિયાઓ હવે બાયો ડિઝલના કારોબારમાં જોડાયા છે.
એક ટ્રાન્સપોર્ટના સંચાલકે જણાવ્યું કે બાયો ડીઝલનો ભાવ સામાન્ય ડીઝલ કરતા ૨૦ થી ૨૫ રૂપિયા ઓછો છે અને એવરેજ વાહનોમાં બાયોડીઝલના ઉપયોગથી નથી તુટતી. જ્યારે બીએસ હું પહેલાના એન્જીન પર મોટું નુકશાન નથી. જેથી હવે અમે ૮૦ ટકા બાયો ડીઝલ અને ૨૦ ટકા ડીઝલનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે લક્ઝરી બસના સંચાલકો કહે છે. લક્ઝરી બસના ભાડા પહેલાથી સામાન્ય કરતા વધારે છે તો પણ ખાસ નફો નથી મળતો. જેથી અમે પહેલાથી બાયોડીઝલનો ઉપયોગ કરતા હતા, જે હવે વધારી દીધો છે. કેટલાંક બાયોડીઝલના કારોબારમાં ખુદ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓએ પણ નાણાં રોક્યા હોવાની સાથે પુરવઠા વિભાગ તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની હપતાખોરી વધારી દેવામાં આવી છે. જેથી ડીઝલની અછત અને ભાવ વધારાને કારણે બાયો ડીઝલનો કાળો ધંધો બેરોકટોક વધી ગયો છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
