તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th July 2026
મનસ્વી ફી વસૂલતા ખાનગી ટ્યુશન ક્લાસીસ પર હવે કાનૂની શિકંજો કસવા સરકારની તૈયારી : ફી કેપ અને નિયમોના ભંગ પર 1 લાખ સુધીનો દંડ વસૂલાશે
ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ વિધાનસભામાં ‘પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ રેગ્યુલેશન - કંટ્રોલ વિધેયક’ રજૂ કરશે:ફાયર NOC વગર ક્લાસ ચલાવવા પર સંપૂર્ણ મનાઈ રહેશે

અમદાવાદ :રાજ્યમાં મનફાવે તેમ ચાલતા અને મનસ્વી ફી વસૂલતા ખાનગી ટ્યુશન ક્લાસીસ પર હવે કાનૂની શિકંજો કસાવા જઈ રહ્યો છે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ વિધાનસભામાં ‘પ્રાઇવેટ કોચિંગ ક્લાસિસ રેગ્યુલેશન - કંટ્રોલ વિધેયક’ રજૂ કરવા જઈ રહી છે. આ કાયદો અમલમાં આવ્યા બાદ રાજ્યની તમામ કોચિંગ સંસ્થાઓ માટે રજિસ્ટ્રેશનથી લઈને ફીના ધોરણો અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.
ફી પર અંકુશ: શાળાઓની જેમ જ FRC (ફી રેગ્યુલેટરી કમિટી)ના માળખાને આધારે ક્લાસીસની ફી માટે ચોક્કસ મર્યાદા (કેપ) નક્કી કરવામાં આવશે.
પ્રો-રેટા ફી રિફંડ: જો કોઈ વિદ્યાર્થી અડધેથી કોર્સ કે ક્લાસ છોડે છે, તો સંચાલકોએ બાકીના સમયગાળાની પ્રો-રેટા ફી પરત કરવી પડશે.
ઓનલાઇન પોર્ટલ: દરેક ક્લાસીસે તેમના વિદ્યાર્થીઓ, ફેકલ્ટી અને ફી અંગેની તમામ એન્ટ્રી ઓનલાઇન સિસ્ટમ પર અપલોડ કરવાની રહેશે.
નવા નિયમો મુજબ-
ફાયર NOC વગર ક્લાસ ચલાવવા પર સંપૂર્ણ મનાઈ રહેશે.
દરેક ક્લાસરૂમ કે બિલ્ડિંગમાં ઇમરજન્સી એક્ઝિટની વ્યવસ્થા હોવી અનિવાર્ય
ભણાવતા શિક્ષકો માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએશનની લાયકાત નક્કી કરાશે
તમામ ટીચિંગ અને નોન-ટીચિંગ
જો કોઈ સંચાલક આ નિયમોનું અનાદર કરશે અથવા ઉલ્લંઘન કરતા પકડાશે, તો તેને રૂપિયા 25 હજારથી લઈને રૂપિયા 1 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. સરકારના આ કડક પગલાથી વાલીઓનો આર્થિક બોજ હળવો થશે અને બાળકો માટે વધુ સુરક્ષિત શૈક્ષણિક માહોલ તૈયાર થશે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
