<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

રાજપીપળામાં વરસાદી માહોલ વચ્ચે ભૂગર્ભ ગટરોમાંથી દુર્ગંધ મારવાની સમસ્યા

આમપણ ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની તકલીફ હતી ત્યાં હવે દુર્ગંધ મારતા સ્થાનિકો હેરાન:ગટરની કુંડી તદ્દન નાની બનાવી હોવાથી ઉભરાવાની સમસ્યા વારંવાર જોવા મળે છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેરમાં પહેલા ખુલ્લી ગટર હતી જેમાં સફાઈ કામદારો સાવરણો મારી કચરી બહાર કાઢી લેતા હતા પરંતુ હવે ખુલ્લી ગટરો બંધ કરી ભૂગર્ભ ગટર શરૂ થતા લોકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
   મળતી માહિતી મુજબ રાજપીપળા માં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ચાલુ થઈ છે પરંતુ કેટલાક લોકો કચરો ગટરોમાં નાંખતા ગટર ઉભરાવાની સમસ્યા સામે આવી છે, ખુલ્લી ગટર હતી ત્યારે પાણીની ખાલી બોટલો સહિત નો મોટો કચરો એમાં નાંખતા સફાઈ કામદાર તેને સાવરણાથી બહાર કાઢી લેતા હતા પરંતુ ભૂગર્ભ ગટરમાં તાત્કાલિક આ બાબત શક્ય નહી હોવાથી હવે ઊભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીથી સ્થાનિકોએ ટેવાવવું પડશે. કેમ કે ભૂગર્ભ ગટરની કૂંડીઓ ઘણી નાની બેસાડી હોવાથી સ્વાભાવિક છે કે મામૂલી કચરામાં પણ ગટર જામ થતા ગટર ઊભરાતી જોવા મળે છે, અને હાલ ચોમાસા ની ઋતુ આવી છે ત્યારે જો ચારેબાજુ ગટર ઉભરાશે તો શહેર માં રોગચાળો પણ ફેલાઈ શકે છે માટે લોકો એ પણ કચરો ગટરમાં ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. કેમ કે રાજપીપળા નગરપાલિકામાં હાલ ઇન્ચાર્જ ચીફ ઓફિસર હોય જે વેરો ભરતી પ્રજાને સફાઈ કે પાણી જેવી પાયાની સુવિધા બાબતે કોઇજ ધ્યાન આપતા નથી.

(1:47 PM IST)