તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓની મુશ્કેલી વધી:છેલ્લા કેટલાક દિવસથી ભાવમાં સતત ઉછાળો
હોલસેલ માર્કેટમાં 20થી 50 રૂપિયામાં મળતી ડુંગળી છૂટક બજારમાં 70થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે

અમદાવાદ : ડુંગળીના ભાવમાં વધારો થતા ગૃહિણીઓની મુશ્કેલી વધી છે. છેલ્લા કેટલાક દિવસથી ડુંગળીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. હોલસેલ માર્કેટમાં 20થી 50 રૂપિયામાં મળતી ડુંગળી છૂટક બજારમાં 70થી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે. ડુંગળી ઉપરાંત ખાંડ, તેલ સહિતની જીવનજરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં અગાઉ લીંબુના ભાવ વધ્યા બાદ હવે ડુંગળીના ભાવ વધતા ગૃહિણીઓનું ઘરનું બજેટ ખોરવાયું છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. વધતી મોંઘવારી પર અંકુશ લાવી ભાવ ઘટાડવાની માંગ ગૃહિણીઓ કરી રહી છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
