<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાતા પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) તેમજ નર્મદા મહાઆરતીના સમયમાં ફેરફાર

શનિવારના રોજથી પ્રોજેક્શન મેપિંગ (લેઝર શો) તેમજ નર્મદા મહાઆરતીનો સમય બદલાશે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રતિદિન સાંજના પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) દર્શાવવામાં આવે છે. હાલમાં ઉનાળાની ઋતુની શરૂઆતને કારણે દિવસ ક્રમશઃ લાંબો થતો જાય છે, જેના કારણે સાંજના 7:30 કલાકે ઘણું અજવાળું હોવાથી પ્રોજેક્શન મેપિંગ (લેસર શો) પ્રવાસીઓ વધુ સારી રીતે નિહાળી શકતા નથી.જેથી આ શોનો સમય સાંજે 7:45 કલાકનો રાખવા તેમજ નર્મદા આરતીનો સમય સાંજે 7:00 કલાકનો રાખવો યોગ્ય જણાયેલ છે.
 સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓની સગવડતાને ધ્યાનમાં રાખી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા, તારીખ 16/05/2026ના શનિવારના રોજથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દર્શાવવામાં આવતા પ્રોજેક્શન મેપિંગ (લેસર શો)નો સમય સાંજના 7:30 કલાકથી બદલીને સાંજના 7:45 કલાકનો રાખવામાં આવેલ છે, તેમજ નર્મદા આરતીનો સમય સાંજના 8:15 કલાકથી બદલીને સાંજના 7:00 કલાકનો રાખવામાં આવેલ છે. જેની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા તમામ પ્રવાસીઓએ ખાસ નોંધ લેવી.

(9:56 PM IST)