<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

બિન ખેતી સર્વે નંબરોના નમૂના નં.૭ હેઠળનું પ્રોપર્ટીકાર્ડ રદ થશેઃ મેપિંગ કરી નવું કાર્ડ બનશે

ઈન્‍સ્‍પેક્‍ટર લેન્‍ડ રેકર્ડને તાલુકા સ્‍તરે વિસ્‍તાર્યા બાદ મેપિંગ-માપણીની પ્રક્રિયા માટે આદેશો : લાખો રહેણાંક મિલકતોને પોતાનું અલગ પ્રોપર્ટીકાર્ડ મળશે, બબ્‍બે ટાઈટલનો અંત આવશે : નાગરીકોમાં ગૂંચવણનો અંત આવશે, ખેતી એટલે મામલદાર અને બિનખેતી-ILRનું તંત્ર

અમદાવાદ,તા.૦૧: જમીન મહેસૂલ રેકર્ડ નિભાવણીમાં બિન ખેતી- NA થયેલા સર્વે નંબરોના ગામ નમૂના નંબર- ૭ (સાત બાર) બંધ કરીને તેના સ્‍થાને પ્રોપર્ટીકાર્ડ હોવા એ આદર્શ સ્‍થિતિ છે. કાયદા મુજબ છે. પરંતુ, ગુજરાતમાં વધતા શહેરીકરણ-ઉદ્યોગીકરણને કારણે ફખ્‍ થયા બાદ ૭/૧૨નું પાનિયું પણ ચાલતુ હોય અને તેના આધારે પ્રોપટીકાર્ડ પણ બની ગયા હોય તેવા લાખોની સંખ્‍યામાં રેકર્ડ જનરેટ થાય છે. આવા બબ્‍બે ટાઈટલથી નાગરીકોને પડતી કનડગતને દૂર કરીને રેકર્ડને ચોખ્‍ખુ કરવા મહેસૂલ વિભાગે સોમવારે મોડી રાતે મહત્‍વનો પરિપત્ર કર્યો હતો. જેમાં ફખ્‍ થયેલા સર્વે નંબરોમાં નમૂના નંબર-૭ને આધારે પોપર્ટી કાર્ડ બનાવવા તથા અગાઉ બનેલા પ્રોપર્ટી કાર્ડનું નમૂના નંબર-૭ સાથે મેપિગ કરી નમૂના નંબર-૭ને બંધ કરવા પ્રક્રિયા જાહેર થઈ છે. જેમાં નવેસરથી અધત્તન પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવા લેન્‍ડ રેકર્ડ તંત્રને આદેશ કરાયો છે.

મહેસૂલ વિભાગે ઈન્‍સ્‍પેક્‍ટર લેન્‍ડ રેકર્ડને તાલુકા સ્‍તરે વિસ્‍તાર્યા બાદ નાગરીકોને પ્રોપર્ટીકાર્ડ માટે હવે ILR કચેરીનો જ સંપર્ક કરવાનો રહેશે. જ્‍યારે બિનખેતી સિવાય ખેતીની જમીનનુ રેકર્ડ મામલતદાર કચેરીથી જ નિયમન થશે તે આ પરિપત્રથી વધુ ક્‍લિયર થયુ છે. નમૂના નં.૭ સાથે મેપિગ કરીને અદ્યતન પ્રોપર્ટીકાર્ડ આપવાની પ્રક્રિયા જાહેર થતા લાખો મિલકતો માલિકો માટે બેંકલોન મેળવવી સરળ થશે. જ્‍યારે જ્‍યાં ફખ્‍ થયુ છે ત્‍યાં ૭/૧૨નું પાનિયુ જ બંધ જમીન માલિક (ખેડૂત)ને લઈને સર્જાતા પ્રશ્નોનો પણ અંત આવશે. ડેપ્‍યુટી સેક્રેટરી ડી.બી.નિમાવતની સહીથી પ્રસિધ્‍ધ પરિપત્રની સાથે ૩૭પેઈજની ગાઈડલાઈન જાહેર થઈ છે. જેમાં NA થયેલા સર્વે નંબરોમાં ગામ નમૂના નંબર ૭ સદંતર બંધ કરી તેના સ્‍થાને પ્રોપર્ટી કાર્ડ અપડેટ કરવાની ચોક્કસ પદ્ધતિ છે. જેનો તાત્‍કાલિક અમલ કરવા કહેવાયુ છે. નિર્ણયથી જમીનની માલિકીના રેકોર્ડ વધુ સચોટ બનશે અને મિલકત ધારકોની મુશ્‍કેલીઓનો અંત આવશે. ભવિષ્‍યની તમામ ફેરફાર નોંધો પ્રોપર્ટીકાર્ડમાં જ થશે.

(9:57 AM IST)