<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

વડોદરામાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારના ધંધાનો પર્દાફાશ થયો: બે યુવતીઓને મુક્ત કરાવાઈ

સ્પામાં બહારથી યુવતીઓને બોલાવી તેમની પાસે દેહવેપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો:સ્પાના માલિક મુકેશ હરીસિંહ જાદવ સામે ગુનો નોંધાયો

વડોદરામાં સ્પાની આડમાં ચાલતા દેહવેપારના ધંધાનો પર્દાફાશ થયો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે અટલાદરા વિસ્તારમાં આવેલા એક સ્પામાં દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન સ્પામાંથી બે યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે. સ્પામાં બહારથી યુવતીઓને બોલાવી તેમની પાસે દેહવેપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. આ મામલે સ્પાના માલિક મુકેશ હરીસિંહ જાદવ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે અટલાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્પાની આડમાં ચાલતા ગેરકાયદે ધંધાને લઈને પોલીસની કાર્યવાહીથી ચકચાર મચી છે

(7:37 PM IST)