<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ભરૂચના અંકલેશ્વરના લેકવ્યુ પાર્કમાં પ્રોટેક્શન વોલ ફરી ધરાશાયી: પાર્કની કામગીરી સામે સવાલો ઉઠ્યા

જુલાઈ મહિનામાં પણ દીવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો:આશરે 6 કરોડના ખર્ચે બનેલા પાર્કમાં વારંવાર દીવાલ તૂટી પડતાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ

ભરૂચના અંકલેશ્વરના લેકવ્યુ પાર્કમાં પ્રોટેક્શન વોલ ફરી ધરાશાયી થતાં પાર્કની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ચોમાસાની સિઝનમાં બીજી વખત દીવાલ ધરાશાયી થઈ છે. અગાઉ જુલાઈ મહિનામાં પણ દીવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. આશરે 6 કરોડના ખર્ચે બનેલા પાર્કમાં વારંવાર દીવાલ તૂટી પડતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. ઘટનાને પગલે વિપક્ષે પાલિકા તંત્ર સામે મોરચો માંડ્યો છે. કૉંગ્રેસના નગરસેવકે કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા છે. બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખે કોન્ટ્રાક્ટરની ડિપોઝિટમાંથી રકમ જપ્ત કરવાની ખાતરી આપી છે. વારંવારની ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.

(7:26 PM IST)