<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

વડોદરામાં વરઘોડાના ઘોંઘાટનો વિરોધ કરવો એન્જિનિયરને ભારે પડ્યો, સનસનાટી: મોટા અવાજે સ્પીકર વગાડવાની ના પાડવા જતાં જાનૈયાઓ ભડક્યા: યુવકની જાહેરમાં બેરહેમ ધોલાઈ

સંસ્કારી નગરીમાં અસામાજિક તત્વોનો બેફામ આતંક, ભારે આક્રોશ: સમજાવવા ગયેલા શિક્ષિત યુવક પર લાકડીઓ અને ઢીકાપાટુનો કાળઝાળ વરસાદ:પોલીસે ગુનો નોંધી નશામાં ધૂત શખ્સોને દબોચવા ચક્રગતિમાન કર્યા

વડોદરા: વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે સવાલો ઉઠાવતો એક અત્યંત ચોંકાવનારો અને સણસણતો લોહીલુહાણ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી પાકી વિગતો મુજબ, વડોદરાના એક સ્થાનીક વિસ્તારમાંથી એક લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો, જેમાં નિયમોને નેવે મૂકીને હાઈ-ડેસિબલના મોટા સ્પીકરો અને ડીજે (DJ) ધમધમી રહ્યા હતા. આ અસહ્ય અવાજ અને ઘોંઘાટને કારણે આસપાસના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ દરમિયાન ત્યાં રહેતા એક પ્રોફેશનલ એન્જિનિયર યુવકે સ્પીકરનો અવાજ થોડો ધીમો કરવા માટે વરઘોડાના આયોજકો અને જાનૈયાઓને વિનંતી કરી હતી, પરંતુ આ નમ્રતાપૂર્વકની રજૂઆત સાંભળતા જ ત્યાં હાજર ઉશ્કેરાયેલા તત્વોનો પિત્તો ગયો હતો!

બનાવની વિગત એવી છે કે, હાલ વડસરના ડ્રીમ આત્માનમાં રહેતા એન્જિનિયર વિશાલ અરુણભાઈ પ્રજાપતિના પડોશમાં લગ્ન પ્રસંગ હતો. જેથી વરઘોડામાં મોટા અવાજે લાઉડ સ્પીકર વાગતું હોવાથી એન્જિનિયરનો પુત્ર ગભરાઈને રડવા માંડ્યો હતો. આ અંગે વિશાલ પ્રજાપતિ પડોશીને ત્યાં કહેવા ગયા હતા. જેથી વરઘોડામાં ઉશ્કેરાયેલા બે વ્યક્તિએ ભારે ધોલાઈ કરતા વિશાલને ઈજા થઈ હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકે નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

(5:12 PM IST)