<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

કુપોષિત બાળકોને પોષણ મળે તે માટે દૂધ સંજીવની આપવાનું હોય પરંતુ ખાટલે મોટી ખોડની જેમ ડેડીયાપાડા મોવી હાઇવે ઉપર રાખસકુંડી ગામના કોતરમાં સંજીવની દૂધના પેકેટોનો મોટો જથ્થો જોવા મળ્યો

શુ આ દૂધના પેકેટોનો નાશ કરાયો ? કે પછી દૂધના પેકેટ ફેંકી દેવામાં આવ્યા? લોકોમાં ઉઠ્યા સવાલ:નર્મદા જિલ્લાના આદિવાસી કુપોષિત બાળકોને પોષણ મળે તે માટેના સંજીવની દૂધના પેકેટો કોતરોમાં પડેલા જોવા મળ્યા તે શું સાબિત કરે છે..?

( ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના હજારો આદિવાસી ગરીબ અને કુપોષિત બાળકોને પોષણ મળે તે માટે સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના અંતર્ગત ફ્લેવર મિલ્ક દૂધ બાળકોને આપી પોષણયુક્ત બનાવવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ સરકાર દ્વારા કરાતો આ કરોડો રૂપિયાનો ખર્ચ નાળાઓ અને કોતરોમાં જોવા મળ્યો. ત્યારે સવાલ એ થાય છે કે બાળકોને આપવાના દૂધના પેકેટો કોતરો આખરે નાખ્યા કોણે ? કે પછી આ દૂધ ના પેકેટોનો નાશ કરવામાં આવ્યો ? એ બાબત તપાસ માંગે છે.
     મળતી વિગતો અનુસાર ડેડીયાપાડા મોવી હાઇવે ઉપર રાખસ કુંડી ગામ નજીક આવેલા એક કોતરમા દેડિયાપાડા, ચિકદા કે પછી સાગબારા તાલુકાના આદિવાસી વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રના નાના બાળકોને પોષણ મળે તે માટે આપવામાં આવતા સંજીવની દૂધના પેકેટો ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સરકાર દ્વારા આદિવાસી સમાજના બાળકોના આરોગ્ય અને પોષણ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ પોષણ માટે ફાળવવામાં આવતું સંજીવની દૂધ કોતરોમાં ફેંકાયેલ હાલતમાં જોવા મળતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે.શુ આ સંજીવની દુધના પેકેટો ફેંકી દેવામાં આવ્યા ? ફેંકી દેવામાં આવ્યા તો શા માટે ? અને કોના ઈશારે ? અને જો આ દૂધના પેકેટોનો નાશ કરવામાં આવ્યા તો શા કારણે નાશ કરાયો? અને કોના ઈશારે? આ ઘટના પાછળ કોણ જવાબદાર? એ તપાસ નો વિષય છે.
સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આ સંજીવની દૂધના પેકેટો સમયસર બાળકો સુધી પહોંચાડવામાં આવ્યા હોત તો તેનો લાભ આદિવાસી બાળકોને મળ્યો હોત. હવે પ્રશ્ન એ ઊભો થયો છે કે આ દૂધના પેકેટો ફેંકવા પાછળ જવાબદાર કોણ છે? શું સંબંધિત કર્મચારીઓ, પુરવઠા વ્યવસ્થા કે વહીવટી તંત્ર ? આ બેદરકારી માટે જવાબદાર કોણ ?
તાલુકાવાસીઓમા આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે. સાથે જ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે અસરકારક દેખરેખ રાખવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

(10:21 PM IST)