<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

વાવ-થરાદના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા 'પ્રાંતીય મહિલા સંમેલન-2026' યોજાયું

શંકરભાઈ ચૌધરીએ માતૃશક્તિને સમાજ અને પરિવારની સૌથી મોટી તાકાત ગણાવી, દીકરા-દીકરીને સમાન તક આપવા અને બાળકો પર પડતા મોબાઈલના પ્રભાવ અંગે વાલીઓને જાગૃત રહેવા અપીલ કરી

વાવ-થરાદના સરહદી વિસ્તાર નડાબેટ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા 'પ્રાંતીય મહિલા સંમેલન-2026' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતા અને રાજ્યમંત્રીઓ રિવાબા જાડેજા તેમજ સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

   આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ માતૃશક્તિને સમાજ અને પરિવારની સૌથી મોટી તાકાત ગણાવી, દીકરા-દીકરીને સમાન તક આપવા અને બાળકો પર પડતા મોબાઈલના પ્રભાવ અંગે વાલીઓને જાગૃત રહેવા અપીલ કરી હતી. વધુમાં તેમણે ટેક્નોલોજી અને AI ને આશીર્વાદરૂપ ગણાવી તેનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો અને નડાબેટના વિકાસને દેશના દૂરંદેશી નેતૃત્વનું પરિણામ ગણાવ્યું હતું.

(6:50 PM IST)