તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
વડોદરા શહેરમાં અશાંત ધારા મુદ્દે જનઆક્રોશ, “અશાંત ધારો નહીં તો ચૂંટણી બહિષ્કાર”ના બેનરોથી રાજકારણ ગરમાયું
આર.વી. દેસાઈ રોડ વિસ્તારમાં લોકોનો વિરોધ: સ્થાનિકોએ ઘર અને દુકાનો બહાર બેનર લગાવ્યા, ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ લાગુ કરવાની માગ સાથે તંત્રને આપી ચિમકી; ચૂંટણી પહેલા મુદ્દો બન્યો ચર્ચાનો વિષય

વડોદરા, તા.૧૮: વડોદરા શહેરમાં અશાંત ધારા એટલે કે ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટના મુદ્દે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. આર.વી. દેસાઈ રોડ વિસ્તારમાં સ્થાનિક રહીશોએ “અશાંત ધારો નહીં તો ચૂંટણી બહિષ્કાર”ના બેનરો લગાવીને વિરોધ નોંધાવતા રાજકારણ ગરમાયું છે.
છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના લોકો પોતાના વિસ્તારને અશાંત ધારા હેઠળ સમાવવાની માગ કરી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અશાંત ધારો લાગુ ન હોવાના કારણે વિસ્તારની સામાજિક અને વસ્તી વિષયક સ્થિતિ બદલાઈ રહી છે. તંત્ર દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
ચૂંટણી ટાણે જ સ્થાનિકોએ પોતાના ઘર અને દુકાનોની બહાર મોટા બેનરો લગાવીને તંત્ર અને રાજકીય પક્ષોને ચિમકી આપી છે કે જો અશાંત ધારો લાગુ કરવામાં નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરશે. આ બેનરો લાગતા જ વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો છે.
સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે અશાંત ધારો એ વિસ્તારની અસ્મિતા અને સલામતીનો સવાલ છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ચૂંટણી પહેલા ઉઠેલા આ મુદ્દાએ રાજકીય પક્ષોની ચિંતા વધારી દીધી છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
