<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ભૂપેન્‍દ્રભાઈ પટેલનો જાહેર આભાર

સહિયર રાસોત્‍સવ માટે કાર્યક્રમનું સ્‍થળ બદલવા સૂચના આપી

રાજકોટઃ રેસ્‍કોર્સ ગ્રાઉન્‍ડ પર નવરાત્રીના આયોજન ની સહિયર દ્વારા જાહેરાત થઈ ચૂકી છે મહાનગરપાલિકા દ્વારા ટેન્‍ડર પ્રક્રિયા થી આ ગ્રાઉન્‍ડ સહિયર કલબને ફાળવવામાં આવ્‍યું છે.  એજ ગ્રાઉન્‍ડ ખાતે તારીખ ૬/૭ ઓક્‍ટોબરના રોજ જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા મુખ્‍યમંત્રીશ્રી ની હાજરીમાં એક સમારોહ નું આયોજન જાહેર થયું. વિશાળ ડોમ અને સેટઅપ માં આ સમારોહની ગતિવિધિઓ થઈ રહી હતી.

વિટંબણા સર્જાઈ ટેક્રિકલ કેમકે આ વિશાળ સેટઅપ ને ત્‍યાંથી ખસેડવામાં ૩ થી ૪ દિવસ નો સમય જાય.  જો આવું થાય તો સહિયર ક્‍લબના આયોજન ની બધીજ તૈયારીઓ માટે ૨૪ કલાક પણ ન મળે અને નવરાત્રી રદ કરવી પડે તેવા સંજોગો ઊભા થયા.

સહિયર ના પ્રેસિડેન્‍ટ શ્રી સુરેન્‍દ્રસિહ વાળા એ પત્રવ્‍યવહાર થી મુખ્‍યમંત્રીશ્રી ને આ સમસ્‍યા જણાવી, માત્ર ૨૪ કલાકમાં માનવતા દર્શાવી પોતાની આગવી કોઠાસૂઝ થી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે આયોજન કરતી એજન્‍સીને સ્‍થળ પરિવર્તન કરવાની સૂચના આપી દીધી.

આટલા ટૂંકા સમયમાં સરકાર આટલો પોઝીટીવ અને અપેક્ષિત જવાબ આપી શકે તેવું શ્રી ભૂપેન્‍દ્રભાઈ એ સાબિત કરી બતાવ્‍યું.

સહિયર રાસોત્‍સવ ને આયોજનની પૂર્વયોજિત તૈયારી કરવાનો હવે આ નિર્ણયના કારણે પૂરો સમય મળશે. હજારો ખેલૈયાઓ, આયોજકો ની મનની વેદના સમજી મુખ્‍યમંત્રીશ્રી એ કાર્યક્રમનું સ્‍થળ પરિવર્તન કરાવતા પ્રેસિડેન્‍ટ સુરેન્‍દ્રસિંહ વાળા એ મુખ્‍યમંત્રી શ્રી નો આભાર વ્‍યક્‍ત કર્યો હોવાનું અખબારી યાદીમાં છે

(3:42 PM IST)