<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

નેપાળમાં કુદરતી હોનારત સમયે પૂ. ભાઇશ્રીની સંવેદના સેવા : પ૧ લાખની સહાય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૮: નેપાળમાં આવેલ કુદરતી હોનારત સમયે પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની સંવેદના સાથે સેવા યજ્ઞ શરૂ કરીને પ૦ લાખની સહાય જાહેર કરી છે.

પૂજ્‍ય ભાઈશ્રીએ નેપાળમાં આવેલ ભયાનક કુદરતી આફત વિશે પોતાની સંવેદના વ્‍યકત કરતા જણાવ્‍યું કે જન્‍માષ્ટમીનો પર્વ ઉપર ભગવાન શ્રીકળષ્‍ણને પ્રણામ કરીને ઉત્‍સવ તો આપણે ઉજવી રહ્યા છીએ, પણ તેની સાથે-સાથે નેપાળમાં જે ભયાનક પૂર આવ્‍યું, પ્રકળતિ અને પર્યાવરણમાં પરિવર્તનના કારણે જે રીતે ખૂબ મોટી જાનહાનિ થઈ, માલમત્તાનું પણ નુકસાન થયું, તેનાથી નેપાળના આપણે સૌ પડોશી દેશો અને સાથે-સાથે વિશ્વ પણ સ્‍તબ્‍ધ છે. ૧૨૦૦થી વધુ લોકોના મળત્‍યુના સમાચાર છે અને ૫૦૦૦ની આસપાસ હજુ પણ ગુમ બતાવાઈ રહ્યા છે. આપણે તેમના જીવન માટે પ્રાર્થના તો કરીએ છીએ, પણ ખબર નહીં હજુ કેટલા ભયાનક પરિણામો સામે આવવાના છે.

પૂ. ભાઇશ્રીએ જણાવેલ કે આપણા સૌની સંવેદના નેપાળના આપણા બાંધવો સાથે છે. નેપાળમાં આ જે ઘટના ઘટી, તેમાં આપણા નેપાળી ભાઈ-બહેનો ઉપરાંત સૌથી વધુ જેમના મળત્‍યુ થયા છે, તે સ્‍વાભાવિક રીતે ભારતના રહેવાસી નાગરિકો હતા. મૂળ ભારતીય અને વિદેશી નાગરિકતા ધરાવતા લોકો પણ હતા. કેટલાય દેશોના નાગરિકો આમાં માર્યા ગયા છે. આપણે આજે એ સૌના પ્રત્‍યે સંવેદના વ્‍યક્‍ત કરીએ છીએ અને દિવંગતો માટે પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ.નેપાળની આ ત્રાસદી માટે કંઈક સેવાકાર્ય કરવાના હેતુથી સાંદીપનિ અને ટ્રસ્‍ટે નિર્ણય કર્યો છે કે ટ્રસ્‍ટ તરફથી આપણે ૫૧ લાખ રૂપિયાની ધનરાશિ સેવાકાર્યમાં લગાવીશું. દેશ અને વિદેશના આપણી સાથે જોડાયેલા જેટલા પણ ભક્‍તો છે, તેઓ પણ પૂછી રહ્યા છે કે જો આપણે આ દિશામાં કંઈક કાર્ય કરવા જઈ રહ્યા છીએ, તો અમે પણ તેમાં યોગદાન આપવા માંગીએ છીએ. એ સૌનું સ્‍વાગત કરું છું.

(11:44 AM IST)