<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ડભોઇ નગરપાલિકાના નવા પ્રમુખ પદ માટે પુષ્પાબેન સતીષભાઈ રાવળની વરણી

ઉપપ્રમુખ પદે નૂરમહંમદ મહુડાવાલાની કરાઈ નિમણૂંક: પાલિકા સભ્યો તેમજ સમર્થકોએ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને ફુલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા.

ડભોઇ નગરપાલિકાના નવા પ્રમુખ પદ માટે પુષ્પાબેન સતીષભાઈ રાવળની વરણી થઈ છે. ઉપપ્રમુખ પદે નૂરમહંમદ મહુડાવાલાની નિમણૂંક કરાઈ છે, ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસેનું બોર્ડ પ્રસ્થાપિત થયું છે . 35 પૈકી 21 બેઠકો સાથે કોંગ્રેસે બહુમતી મેળવી હતી.પાલિકા સભ્યો તેમજ સમર્થકોએ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને ફુલહારથી સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા અત્રે  ઉલ્લેખનીય છે કે બોર્ડ બનાવવામાં રાજકીય વિક્ષેપ ન આવે તે માટે ચૂંટાયેલા કેટલાક સભ્યોને ઘણા દિવસોથી કોંગ્રેસ પક્ષે અજ્ઞાત સ્થળે મોકલી દીધા હતા.

(6:10 PM IST)