<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો : પોલીસે ગાંજો વેચતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા

બાતમીના આધારે વાડી રંગમહાલ વિસ્તારમાં આવેલા વાસુદેવ એપાર્ટમેન્ટમાં દરોડો:ચોથા માળે રહેણાંક મકાનમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે રાખેલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા: શહેરના પાણીગેટ વિસ્તારમાં પોલીસે ચોક્કસ બાતમીના આધારે એક સફળ દરોડો પાડીને રહેણાંક મકાનમાંથી ગાંજો વેચતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સફળ ઓપરેશન પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી ઝોન-૩ ની ટીમ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસને મળેલી પાકી બાતમીના આધારે વાડી રંગમહાલ વિસ્તારમાં આવેલા વાસુદેવ એપાર્ટમેન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલા એક રહેણાંક મકાનમાંથી પોલીસે ગેરકાયદેસર રીતે રાખેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો અને તેને જપ્ત કર્યો હતો.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ બે આરોપીઓની પોલીસે સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે, જેમાં 60 વર્ષીય શંકરભાઈ અને હાર્દિક વસાવા નામના શખ્સોનો સમાવેશ થાય છે. પકડાયેલા બંને આરોપીઓ સામે પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પાણીગેટ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

(7:00 PM IST)