<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

મહેસાણાના કડીમાં કડી-થોળ રોડ પરનો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ: વાહનવ્યવહાર ઠપ્પ:કાયમી ઉકેલની માગ

અંડરપાસમાં ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં ભારે વરસાદના કારણે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કડી-થોળ રોડ પર આવેલા રેલવે અંડરપાસમાં મુશળધાર વરસાદને લીધે મોટા પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

અંડરપાસમાં ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે મુખ્ય માર્ગ પરનો વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે અને અવારનવાર વાહનો બંધ પડી જવાથી રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ચોમાસાની સિઝનમાં દર વખતે આ જ સ્થિતિ સર્જાતી હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો દ્વારા તંત્ર સમક્ષ આ પાણી ભરાવાની કાયમી સમસ્યાના વહેલી તકે ઉકેલ લાવવાની પ્રબળ માગ કરવામાં આવી રહી છે.

(11:28 PM IST)