તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
બનાસકાંઠાના થરાદમાં સાંજના સમયે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ જળબંબાકાર : જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર
જો રાત્રિ દરમિયાન વધુ વરસાદ પડશે તો આવતીકાલે સવારે થરાદની સ્થિતિ વધુ વણસી શકે તેવી પૂરેપૂરી શક્યતા

બનાસકાંઠાના વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે સાંજના સમયે થરાદમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજના સમયે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જ સ્થાનિકો અને તંત્રની ચિંતામાં ભારે વધારો થયો છે. જો રાત્રિ દરમિયાન વધુ વરસાદ પડશે તો આવતીકાલે સવારે થરાદની સ્થિતિ વધુ વણસી શકે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
જિલ્લામાં વહેલી સવારથી જ સતત વરસી રહેલા ભારે વરસાદ અને જળબંબાકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને બાળકોની સુરક્ષાને પ્રાધાન્ય આપતાં, વધુ વરસાદની ભીતિના કારણે આવતીકાલ માટે જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો માં રજા જાહેર કરવામાં આવી છે.
(12:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
