તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
ગુજરાત ઉપર 3 સિસ્ટમ સર્જાતા તોફાની પવન સાથે વરસાદની આગાહી:અનેક જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદ ખાબકશે
અમદાવાદમાં સાંજે વરસાદ પડી શકે: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનીક સર્ક્યુલેશન, ટ્રફને કારણે વરસાદ રહેશે. 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં જુદી જુદી 3 સીસ્ટમ એક્ટિવ થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સાંજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગઈકાલે મધ્યરાત્રીના વરસાદ પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયકલોનીક સર્ક્યુલેશન, ટ્રફને કારણે વરસાદ રહેશે. 6 દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 40 થી 50 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અરવલ્લી, મહિંસાગર, દાહોદમાં પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે. નર્મદા, તાપી, ડાંગ સહીત વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર 40 ડીગ્રી તાપમાન રહેશે. અમદાવાદમાં સાંજે વરસાદ પડી શકે છે. અરવલ્લી મહીસાગરમાં કરા સાથે વરસાદની આગાહી કરાઈ છે
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
