News of Monday, 6th July 2026
પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ તુટી પડ્યો
જોધપુર, સેટેલાઇટ, એસ જી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ: વેજલપુર, બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.

અમદાવાદ :આજે સોમવારે ફરીથી પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી સાંજે વરસાદ તુટી પડ્યો છે. અમદાવાદ શહેરના જોધપુર, સેટેલાઇટ, એસ જી હાઈવે, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વેજલપુર, બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો.
છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસી રહેલા આ વરસાદને કારણે અસહ્ય ગરમી અને બફારાથી હેરાન થતા નાગરિકોને મોટી રાહત મળી છે અને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, માત્ર ગણતરીના કલાકોમાં પડેલા ભારે વરસાદથી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
