તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ડાંગ, પંચમહાલ, નર્મદા અને વડોદરા જિલ્લાઓમાં ધીમીધારે તેમજ હળવા-ભારે ઝાપટાં સાથે વરસાદ
વરસાદથી અસહ્ય ગરમી અને બફારામાંથી મુક્તિ મળવાની સાથે ખેડૂતોના મુરઝાતા પાકને મોટું જીવતદાન મળ્યું

અમદાવાદ : રાજયના વાતાવરણમાં પલટો આવ્યો છે, ગઈકાલથી જ આછા વાદળો ઘેરાયા હતા, હવામાન વિભાગની સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના દક્ષિણ અને મધ્ય વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ ફરી જોર પકડી રહી છે. તાજેતરન અહેવાલો અનુસાર ડાંગ, પંચમહાલ, નર્મદા અને વડોદરા જિલ્લાઓમાં વહેલી સવારથી ધીમીધારે તેમજ હળવા-ભારે ઝાપટાં સાથે વરસાદ વરસ્યો છે. આ વરસાદથી અસહ્ય ગરમી અને બફારામાંથી મુક્તિ મળવાની સાથે ખેડૂતોના મુરઝાતા પાકને મોટું જીવતદાન મળ્યું છે.
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
