News of Friday, 1st May 2026
ગુજરાત સરકારની તિજોરીમાં ધનવર્ષા :જીએસટીની આવકમાં 44 ટકાનો જબરજસ્ત વધારો:કુલ 13,703 કરોડની આવક થઇ
વેટ હેઠળ 2711 કરોડ, વીજળી બિલમાં 1055 કરોડની આવક અને વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક નોંધાઈ

અમદાવાદ :ગુજરાત સરકાર માટે આર્થિક મોરચે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની જીએસટી (GST) આવકમાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 44 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ વધારો રાજ્યની મજબૂત આર્થિક ગતિવિધિઓ અને અસરકારક ટેક્સ વસૂલાત પ્રણાલીનો પુરાવો આપે છે.
સત્તાવાર વિગતો અનુસાર, રાજ્ય સરકારને જીએસટી હેઠળ આ વખતે કુલ 9916 કરોડ (9916 Crore) ની માતબર આવક થઈ છે. જો ગત વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, તે સમયે સરકારને 6901 કરોડની આવક થઈ હતી. આમ, સીધો 3015 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. માત્ર જીએસટી જ નહીં, પરંતુ ટેક્સ વિભાગના અન્ય સ્ત્રોતોમાંથી પણ આવકનો પ્રવાહ તેજ રહ્યો છે
રાજ્યના ટેક્સ વિભાગ ને જીએસટી અને અન્ય વેરાઓ મળીને કુલ 13703 કરોડની આવક થઈ છે. જેમાં વેટ (VAT) હેઠળ 2711 કરોડ રૂપિયા અને વીજળી બિલ દ્વારા 1055 કરોડની આવકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વ્યવસાય વેરા હેઠળ પણ સરકારને 21 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. નાણાકીય નિષ્ણાતોના મતે, વ્યાપાર-ઉદ્યોગમાં આવેલી તેજી અને ટેક્સ ચોરી રોકવા માટે લેવાયેલા કડક પગલાંઓને કારણે આ ઐતિહાસિક વૃદ્ધિ શક્ય બની છે. આ વધારાની આવક આગામી સમયમાં રાજ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને જનકલ્યાણની યોજનાઓમાં નવી ગતિ લાવશે.
જીએસટીનું આખું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ એક અપ્રત્યક્ષ કર છે, એટલે એવો કર જે સીધે-સીધો ગ્રાહકો પાસેથી નથી વસૂલવામાં આવતો. પરંતુ જેની કિંમત અંતે ગ્રાહકોના ખીસ્સામાંથી જાય છે. એપ્રિલ 2016 એટલે આવતા નાણાકીય વર્ષથી જીએસટી લાગુ કરાશે. આઝાદી બાદ સૌથી મોટુ ટેક્સ સુધારનું પગલું કહેવાઇ રહ્યું છે. જીએસટી લાગુ થયા બાદ બીજા ઘણા પ્રકારના ટેક્સ સમાપ્ત થઇ જશે અને તેની જગ્યાએ માત્ર જીએસટી લાગશે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
