<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

નવસારીના ચીખલી તાલુકામાં વરસાદી ઝાપટાં વરસતા શહેરમાં સામાન્ય વરસાદે તંત્રની તૈયારીઓની પોલ ખોલી

નેશનલ હાઇવે નજીક આવેલા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વરસાદી ઝાપટાં વરસતા શહેરમાં સામાન્ય વરસાદે જ તંત્રની તૈયારીઓની પોલ ખોલી દીધી છે. નેશનલ હાઇવે નજીક આવેલા સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી અનેક સ્થળોએ પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહ્યા. બીજી તરફ, જિલ્લામાં હજુ સુધી વાવણીલાયક વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતા વધી રહી છે અને તેઓ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

(12:42 AM IST)