તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
સુરતમાં વરસાદે તંત્રની પોલ ખોલી : મોટા વરાછા બાદ હવે લીંબાયત વિસ્તારમાં માર્ગ બેસી જતા સ્કૂલ વાનની એક સાઇડ ખાડામાં ફસાઈ
સદનસીબે ઘટનામાં વાનમાં સવાર તમામ બાળકોનો આબાદ બચાવ થયો અને કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો

સુરત શહેરમાં વરસાદ બાદ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર ફરી સવાલો ઊભા થયા છે. સતત બીજા દિવસે રોડ બેસવાની ઘટના સામે આવી છે. મોટા વરાછા બાદ હવે લીંબાયત વિસ્તારમાં પણ માર્ગ અચાનક બેસી જતાં ત્યાંથી પસાર થઈ રહેલી સ્કૂલ વાનની એક સાઇડ ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે ઘટનામાં વાનમાં સવાર તમામ બાળકોનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને માર્ગના કામની ગુણવત્તા તેમજ પાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
