તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
સુરતના માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ, બારડોલીમાં વરસાદ, કામરેજમાં નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ પર પાણી ભરાયા
કામરેજ અઝીમ હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.

સુરત : સુરતમાં વહેલી સવારથી ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે આજે અષાઢી બીજના પાવન અવસરે મેઘરાજાની ફરી પધરામણી થઇ છે, સુરત જિલ્લામાં વિરામ બાદ બે દિવસથી મેઘમહેર થઈ છે. માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ, બારડોલી સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. કામરેજમાં ભારે વરસાદના પગલે નેશનલ હાઈવે 48 ના સર્વિસ રોડ પર ફરી પાણી ભરાયા છે . કામરેજ અઝીમ હોસ્પિટલ નજીક સર્વિસ રોડપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
