<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th September 2026

ભરૂચના અંકલેશ્વરમાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગની આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી :અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં વધુ વરસાદની શક્યતા

ભરૂચના અંકલેશ્વરમાં વહેલી સવારથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લગભગ 35 દિવસ બાદ વરસાદ પડતાં ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાતાવરણ ખુશનુમા બન્યું છે. હવામાન વિભાગે આજથી આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે, જેને પગલે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લામાં વધુ વરસાદની શક્યતા છે

(11:36 AM IST)