News of Monday, 13th July 2026
૧૬થી ૨૦ દરમ્યાન ગુજરાત-સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે

(ચંદ્રેશ પટેલ દ્વારા) મોટી પાનેલી, તા.૧૩: થોડાક દિવસ પહેલા ગુજરાત અને મુંબઈને ડુબાડયા બાદ અચાનક પોણા ભારતમાંથી ચોમાસું ગાયબ થઈ ગયું વૈજ્ઞાનિકો પણ હેરાન છે. આને અલનીનો પ્રભાવ કહી શકાય. ૧૬ જુલાઈ થી ૨૦ જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમા લોટરી સમાન મધ્યમ વરસાદ વરસી શકે છે અને ૨૫ જુલાઈ થી ૨૯ જુલાઈ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં સારા વરસાદનો રાઉન્ડ આવશે તેમ સાવરકુંડલા પંથકના આગાહીકાર વજુભાઈ બારૈયાએ જણાવ્યું છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
