તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદ :સૌથી વધુ ભાવનગરમાં 2 ઇંચ અને ઉમરપાડામાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો
રાજ્યના 7 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ અને અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ નોંધાયો

ગુજરાતમાં ચોમાસાનો મિજાજ હવે આક્રમક બન્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેના કારણે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ભાવનગરમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સુરતના ઉમરપાડામાં પોણા 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના 7 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ અને અન્ય તાલુકાઓમાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ નોંધાયો છે.
નવસારીમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે પવન અને વાવાઝોડા જેવા માહોલ સાથે વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર પંથકમાં ચોમાસું વિધિવત બેસી ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. નવસારી શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી જ મેઘવર્ષા ચાલુ રહેતા સ્થાનિકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાની મહેર યથાવત છે. સતત બીજા દિવસે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. તિથલ રોડ, હાલર રોડ, રામવાડી, સેગવી અને કોસંબા જેવા વિસ્તારોમાં સવારથી જ વરસાદનું આગમન થયું છે. સતત બે દિવસના વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ગરમીથી પરેશાન લોકોને કાયમી રાહત મળી છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
