તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th July 2026
છેલ્લા 24 કલાકમાં 25 જિલ્લાના 95 તાલુકામાં વરસાદ : સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 4 ઈંચ વરસ્યો
ગુજરાતની આસપાસ સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે, ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો

ગુજરાતમાં શુક્રવાર સવારના 6 વાગ્યાથી શનિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 25 જિલ્લાના 94 તાલુકામાં વત્તાઓછા અંશે વરસાદ વરસ્યો છે. ગુજરાતની આસપાસ સર્જાયેલ વરસાદી સિસ્ટમને પગલે, ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં લગઊગ સાર્વત્રિક કહી શકાય તે રીતે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વિતેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો છે. કપરાડામાં 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 2026ના વર્ષમાં ગુજરાતમાં અત્યાર સુધીનો 26 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતના 4 તાલુકા એવા છે જ્યા હજુ સુધી એક મિલીમીટર પણ વરસાદ નોંધાયો નથી
(11:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
