હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર તાલુકામાં વરસાદી માવઠું : ખેડૂતોમાં ચિંતા વધી
દરામલી, નેત્રામલી, ઈસરવાડા, ભદ્રેસરમાં વરસાદ. હિંમતપુર, ઉમિયાનગર, મહાદેવપુરામાં વરસાદી છાંટા

સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર તાલુકામાં વરસાદી માવઠું વરસ્યું હતું વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજે કમોસમી વરસાદ પડ્યો હતો, તાલુકાના દરામલી, નેત્રામલી, ઈસરવાડા, ભદ્રેસરમાં વરસાદ વરસ્યો હતો. હિંમતપુર, ઉમિયાનગર, મહાદેવપુરામાં વરસાદી છાંટા પડ્યા હતા . વરસાદી છાંટણા વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે . મગફળી સહિતના પાકો ઉતારા બાદ ખુલ્લા હોવાને લઈ ચિંતા વધી છે . અલનીનોને કારણે હાલ શિયાળાની તડકાને બદલે ઉનાળા જેવા તડકાના માહોલ વચ્ચે વરસાદી છાંટણા થયા હતા .
(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
