<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી પડ્યા :પોશીના અને આસપાસના પંથકમાં વરસાદ

કોલંદ, આંબા અને મહુડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ :હિંમતનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની અસર

સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. પોશીના અને તેની આસપાસના પંથકમાં વરસાદ નોંધાયો હતો. કોલંદ, આંબા અને મહુડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં પણ વરસાદ વરસ્યો હતો. સિવિલ સર્કલ અને ન્યાય મંદિર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. હિંમતનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી હતી. ઇડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. આમ, સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે.

(11:40 PM IST)