<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

દોઢ-બે દાયકામાં પર્યાવરણીય કટોકટીને કારણે વરસાદની પેટર્ન બદલાઈ

સત્તાવાર ચોમાસું બેસી ગયું હોવા છતાં વરસાદ કેમ ખેંચાઈ ગયો?: મોન્‍સૂન ટ્રફનું સ્‍થાન બદલાઈ જતાં વરસાદ ખેંચાઈ જાય છે : વધતું શહેરીકરણ, ઊંચા તાપમાન અને જમીનની બદલાતી સપાટી સ્‍થાનિક વાદળ રચનાની પ્રક્રિયાને અસર કરે છેઃ કૃષિ ક્ષેત્ર માટે વરસાદમાં લાંબો વિરામ ચિંતાજનક

વડોદરા,તા.૨૬: ચોમાસાની ઋતુ શરૂ થતાં જ ખેડૂતો, વેપારીઓ અને સામાન્‍ય નાગરિકો વરસાદની આતુરતાથી રાહ જોતા હોય છે. જોકે છેલ્‍લાં દાયકામાં આવેલી પર્યાવરણીય કટોકટીને કારણે ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું હોવા છતાં વરસાદ અચાનક ખેંચાઈ જાય છે. આકાશમાં વાદળો દેખાય, ભેજનું પ્રમાણ ઊંચું રહે, પરંતુ વરસાદ ન પડે. આવી પરિસ્‍થિતિ પાછળ અનેક વૈજ્ઞાનિક અને હવામાનશાષીય કારણો જવાબદાર હોય છે.

શહેરના પર્યાવરણવિદ્‌ રોહિત પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે, છેલ્‍લાં દોઢ-બે દાયકામાં પર્યાવરણીય કટોકટીને કારણે વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. ભારતમાં ચોમાસું મુખ્‍યત્‍વે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજયુક્‍ત પવનો પર આધારિત છે. વરસાદ માટે માત્ર વાદળો હોવા પૂરતા નથી. વાદળોમાં રહેલી ભેજને વરસાદના ટીપાંમાં ફેરવવા માટે અનુકૂળ તાપમાન, હવાઈ દબાણ, પવનની દિશા અને વાતાવરણની અસ્‍થિરતા જરૂરી હોય છે. આ પૈકી કોઈ એક પરિબળ પણ નબળું પડે તો વરસાદની પ્રક્રિયા અટકી શકે છે.

પાછળ સ્‍થાનિક હવામાન પણ મહત્‍વની ભૂમિકા ગુજરાતના વિસ્‍તારોમાં વરસાદની અનિયમિતતા પાછળ સ્‍થાનિક હવામાન પત્ર મહત્‍વની ભૂમિકા

ભજવે છે. ઉપરાંત વધતું શહેરીકરણ, ઊંચા તાપમાન અને જમીનની બદલાતી સપાટી સ્‍થાનિક વાદળ રચનાની પ્રક્રિયાને અસર કરી શકે છે. જોકે આ પરિબળોની અસર મર્યાદિત હોય છે અને મુખ્‍ય અસર હવામાનની મોટી સિસ્‍ટમો દ્વારા જ સર્જાય છે.

કૃષિ ક્ષેત્ર માટે વરસાદમાં લાંબો વિરામ ચિતાજનક બની શકે છે. વાવણી પછી પાકને જરૂરી ભેજ ન મળે તો ઉત્‍પાદન પર અસર થવાની શક્‍યતા રહે છે. બીજી તરફ, સતત વરસાદ પછી મળતો વિરામ જમીનમાં હવાની અવરજવર અને પાણીના સંતલન માટે લાભદાયી પણ સાબિન થઈ શકે છે

મોન્‍સૂન ટ્રફ એટલે શું ?

વરસાદ ખેંચાઈ જવાનું સૌથી મોટું કારણ મોન્‍સુન ટ્રકનું સ્‍થાન બદલાવું છે. મોન્‍સુન ટ્રફ એટલે નીચા દબાણની લાબી પટ્ટી, જે વરસાદી પ્રવૃત્તિઓને પ્રોત્‍સાહન આપે છે. જ્‍યારે આ પટ્ટી ઉત્તર ભારત તરફ ખસી જાય છે ત્‍યારે ગુજરાત સહિત પヘમિ ભારતના વિસ્‍તારોમા વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં બનતી લો-પ્રેશર સિસ્‍ટમો અથવા ડિપ્રેશન પણ વરસાદ માટે ખૂબ મહત્‍વ ધરાવે છે. આવી સિસ્‍ટમો સક્રિય ન હોય અથવા ગુજરાત સુધી ન પહોંચે ત્‍યારે વરસાદની સંભાવના ઘટી જાય છે. ચોમાસા દરમિયાન ઘણી વખત બ્રેક મોન્‍સુન જેવી સ્‍થિતિ પણ સર્જાય છે. આ સમયે ચોમાસું પૂર્ણપણે બંધ થતું નથી, પરંતુ વરસાદ આપતી સિસ્‍ટમો નબળી પડી જતાં કેટલાક વિસ્‍તારોમાં વરસાદ અટકી જાય છે.

અલ નીનોની પરોક્ષ અસર પણ ચોમાસું મોડું શરૂ થવાના કારણો પૈકી એક

અલ નીનો એ પ્રશાંત મહાસાગરના મધ્‍ય અને પૂર્વીય ભાગમાં સમુદ્રની સપાટીનું તાપમાન સામાન્‍ય કરતાં વધુ ગરમ થઈ જવાની એક કુદરતી આબોહવા ઘટના છે. આ ઘટના વૈશ્વિક હવામાન અને વરસાદના ચકને અસર કરે છે. સામાન્‍ય રીતે પ્રશાંત મહાસાગરમાં પૂર્વથી પヘમિ તરફ ફૂંકાતા ટ્રેડ વિન્‍ડસ્‌ ગરમ પાણીને પヘમિ તરફ ધકેલે છે. પરંતુ જ્‍યારે આ પવનો નબળા પડે છે. ત્‍યારે ગરમ પાણી પુર્વ તરફ ધકેલાઈ જાય છે. પરિણામે હવામાનના વૈશ્વિક ચકમાં ફેરફાર થાય છે. વડોદરા સીધું અલનીનોના પ્રભાવ હેઠળ નથી. પરંતુ અલ નીનો ભારતના દક્ષિણ-પヘમિ ચોમાસાને અસર કરતું હોવાથી તેની પરોક્ષ અસર વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં જોવાં મળે છે.

 

 

(10:10 AM IST)