તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 23rd June 2026
૨૪ કલાકમાં રાજ્યના ૫૨ તાલુકામાં વરસાદ નોંધાયોઃ આજથી વિસ્તાર અને માત્રા વધશે
દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ ભાવનગરમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ : સુરતના ઉમરપાડામાં પોણો બે ઇંચ, નવસારીના જલાલપોર અને નર્મદાના સાગબારામાં દોઢ-દોઢ ઇંચ વરસાદઃ રાજકોટના વિંછીયા અને સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં પણ મેઘમહેર

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૩: ગુજરાતમાં ચોમાસાની શરૂઆતના કાઉન્ટ ડાઉન સાથે જ મેઘરાજાએ પોતાનું રૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના કંટ્રોલ રૂમ તરફથી મળતી સત્તાવાર વિગતો મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના કુલ ૫૨ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે.
સરકારી આંકડાઓ મુજબ, ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં ૧.૮૫ ઇંચ (૪૭ મીમી) નોંધાયો છે. જ્યારે સુરત જિલ્લાના ઉમરપાડામાં ૧.૭૭ ઇંચ (૪૫ મીમી) વરસાદ ખાબકયો છે. આ સિવાય નવસારીના જલાલપોર અને નર્મદાના સાગબારામાં પણ દોઢ ઇંચ કરતાં વધુ (૩૯ મીમી). તાપીના ઉકાઈમાં ૧.૨૬ ઇંચ (૩૨ મીમી) અને વલસાડમાં ૧.૧૮ ઇંચ (૩૦ મીમી) વરસાદ નોંધાયો છે.
ભાવનગર સીટીમાં ૪૭ મીમી , જેસરમાં ૧૭ મીમી , ઘોઘામાં ૮ મીમી અને ગારિયાધારમાં ૧ મીમી. વિંછીયા પંથકમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે અને અહીં ૧૨ મીમી (અડધો ઇંચ) વરસાદ નોંધાયો છે. લીંબડી તાલુકામાં બપોરે ૧૪ મીમી વરસાદ ખાબકયો હતો. બોટાદમાં ૬ મીમી , રાણપુરમાં ૧ મીમી અને અમરેલીના ખંભાદીઠ પંથકમાં ૭ મીમી વરસાદ નોંધાયો છે.
સુરત જિલ્લાના આરેથમાં ૨૬ મીમી , અંબિકામાં ૨૫ મીમી , સુરત શહેરમાં ૧૫ મીમી અને મહુવામાં ૧૨ મીમી વરસાદ પડ્યો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં ૧૯ મીમી અને આહવા (ધ ડાંગ્સ) માં ૬ મીમી વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠાના તલોદમાં ૧૭ મીમી તેમજ મહેસાણા અને વિસનગરમાં પણ હળવા ઝાપટાં પડ્યા છે. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ૪ મીમી અને ધોળકામાં ૨ મીમી વરસાદી એન્ટ્રી થઈ છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
