<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સુરતમાં અડધો કલાક સુધી વરસેલા વરસાદથી અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ ગયા

પોશ વિસ્તાર ગણાતા વેસુમાં પણ પાણી ભરાયા: વરસાદ શરૂ થતાં જ પાલિકાના દાવા પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા

સુરતમાં અડધો કલાક સુધી વરસેલા વરસાદથી અનેક ઠેકાણે વરસાદી પાણી ભરાઈ ગયા છે. 

સુરતના પોશ વિસ્તાર ગણાતા વેસુમાં પણ પાણી ભરાયા છે. વરસાદ શરૂ થતાં જ પાલિકાના દાવા પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગયા હતા. વેસુ શ્યામ મંદિર નજીક પાણી ભરાયા હતા શહેરના અનેક વિસ્તારોમાં વાહનો પાણીમાં અટવાતા બંધ થઈ ગયા હતા  પૂર બાદ મિટિંગો કરવામાં આવી પણ હાલ પણ સ્થિતિ યથાવત રહેવા પામી છે . વેસુ પોશ વિસ્તારમાં પાણી નિકાલ કરવાની માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી .

(6:04 PM IST)