<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

અમદાવાદમાં વરસાદ જામ્‍યોઃ યલો એલર્ટ

એસજી હાઇવે, મકરબા, જુહાપુરા, સરખેજ સહિતના વિસ્‍તારોમાં મેઘરાજાએ પાણી વરસાવ્‍યું

અમદાવાદ : ગુજરાતમાં આજે વરસાદી માહોલ જામી ગયો છે. ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા મુજબ આજે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા એટલે કે માત્ર 6 કલાકના ગાળામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ 6 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 126 જેટલા તાલુકાઓમાં વરસાદનો વ્યાપ સારો જોવા મળ્યો છે.

જ્યારે અમદાવાદમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં આજે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના વિવિધ વિસ્તારો જેવા કે એસજી હાઇવે, મકરબા, જુહાપુરા, સરખેજ, આનંદનગર સહિતમાં વરસાદ જામ્યો છે.

(3:02 PM IST)