<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

પંચમહાલના ગોધરા અને ઘોઘંબાના ગામડાઓમાં વરસાદ શરૂ

ઘોઘંબાના દામાવાવ, રીંછવાણી, સીમલીયા સહિતના ગામડાઓમાં ક્યારેક ઝરમર તો ક્યારેક ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા

પંચમહાલના ગોધરામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગોધરા અને ઘોઘંબાના ગામડાઓમાં વરસાદ શરૂ થયો છે. ઘોઘંબા તાલુકાના દામાવાવ, રીંછવાણી, સીમલીયા સહિતના ગામડાઓમાં ક્યારેક ઝરમર તો ક્યારેક ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા છે. વરસાદના નવા રાઉન્ડથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેતીપાકને નવું જીવતદાન મળશે.

(5:58 PM IST)