તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th July 2026
વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં વરસાદી પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા
નળસરોવર વિસ્તારમાં ઘોડા અને ધરજી ગામના નીચાણવાળા ભાગોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની સ્થળાંતર કામગીરી હાલ પુરજોશમાં ચાલુ

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદથી સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા મહત્વનું અપડેટ સામે આવ્યું છે. જેના અનુસાર વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકામાં વરસાદી પાણી ધીમે ધીમે ઓસરવાની શરૂઆત થતાં નીચાણવાળા વિસ્તારોમાં સ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે. જો કે, નળસરોવર વિસ્તારમાં ઘોડા અને ધરજી ગામના નીચાણવાળા ભાગોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની સ્થળાંતર કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.
આ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે પોલીસ, વહીવટી તંત્ર અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને પાણી ભરાયેલા જોખમી વિસ્તારોમાં ન જવાની અપીલ કરવામાં આવી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
