<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

સુરતમાં ફરી વરસાદી માહોલ જામ્યો :વેસુ, પીપલોદ, અડાજણ, અઠવાલાઈન્સ, ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ

હવામાન વિભાગે આગામી ૫ થી ૬ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી

સુરત શહેરમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેરના વેસુ, પીપલોદ, અડાજણ, અઠવાલાઈન્સ, ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છૂટોછવાયો વરસાદ હોવા છતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. હવામાન વિભાગે આગામી ૫ થી ૬ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે

બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વેસુ, વરાછા, કતારગામ, અડાજણ અને પાલ સહિતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને અસહ્ય ગરમી-બફારામાંથી મોટી રાહત મળી છે   

(9:40 PM IST)