<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

વડોદરાના સાવલી પંથકમાં વરસાદી માહોલ :ભારે પવન ફુંકાતા ધૂળની ડમરીઓ ઉડી : અનેક વિસ્તારોમાં વીજળી ગૂલ

ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું :રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો

વડોદરાના સાવલી પંથકમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો છે. ભારે પવન ફૂંકાવાને કારણે આસપાસના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના લીધે દ્રશ્યતામાં ઘટાડો થયો હતો. પવનની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જતાં અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે અને રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. સ્થાનિક રહીશોમાં આ અચાનક આવેલા વાવાઝોડા જેવા વરસાદને લઈને ચિંતા જોવા મળી રહી છે.

(11:19 PM IST)