તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે :કાલે અમદાવાદ, રાજકોટ સહીત અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
અન્ય 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. ભારે વરસાદ અને દરિયામાં ઉગ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અમદાવાદ : હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. પાંચ હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે. ભારે વરસાદ અને દરિયામાં ઉગ્ર પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તંત્રએ લોકોને સાવચેત રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
