તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ગુજરાતી સાહિત્યમાં રાજેન્દ્ર શુક્લનુ સ્થાન ઋષિ કવિનું છ: પૂ.મોરારીબાપુએ પાઠવી શ્રદ્ધાંજલિ
આવા મૂર્ધન્ય સાહિત્યકારની વિદાયને પ્રણામ કરું છું :કવિની વિદાયને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી :પરિવારજનોને પાઠવી સાંત્વના

રાજકોટ તા.૨૨ : ગુજરાતી સાહિત્યના સમર્થ કવિ રાજેન્દ્ર શુક્લની વિદાયના સમાચાર મળતા જ સમગ્ર સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે રામકથા વક્તા પૂ. મોરારીબાપુએ પણ કવિની વિદાયને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી છે.
પૂ.મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ સંદેશમાં લખ્યું છે કે,
આપણી ભાષાના સમર્થ કવિ શ્રી રાજેન્દ્રભાઈ શુક્લની વિદાયનાં સમાચાર પ્રાપ્ત થયા છે. મારી વ્યક્તિગત સમજ મુજબ ગુજરાતી સાહિત્ય અને ભાષામાં તેમનું સ્થાન એક ઋષિ કવિનું છે. આવા મૂર્ધન્ય સાહિત્યકાર અને ઋષિ કવિની વિદાયને પ્રણામ કરું છું. એમનાં પરિવારજનોને સાંત્વના પાઠવું છું.રામ સ્મરણ સાથે...પૂ.મોરારીબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પૂ.મોરારીબાપુએ રાજેન્દ્ર શુક્લને માત્ર કવિ નહીં, પણ 'ઋષિ કવિ' તરીકે બિરદાવ્યા છે. તેમના મતે, ગુજરાતી સાહિત્ય અને ભાષામાં રાજેન્દ્રભાઈનું સ્થાન અત્યંત ઊંચું અને આદરણીય છે.પૂ.મોરારીબાપુના આ સંદેશથી સાહિત્યપ્રેમીઓ પણ ભાવુક થઈ ગયા છે. રાજેન્દ્ર શુક્લ અને મોરારીબાપુ વચ્ચે સાહિત્ય અને અધ્યાત્મનો ગાઢ નાતો રહ્યો હતો. બાપુની રામકથામાં પણ રાજેન્દ્ર શુક્લની રચનાઓનો ઉલ્લેખ અનેકવાર થતો રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 'ગિરનારી કવિ' તરીકે જાણીતા રાજેન્દ્ર શુક્લનું અમદાવાદમાં 84 વર્ષની વયે નિધન થયું છે. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ, રણજિતરામ સુવર્ણચંદ્રક સહિત અનેક સન્માનો મળ્યા હતા.રામ સ્મરણ સાથે પૂ. મોરારીબાપુએ કવિના પરિવારજનોને સાંત્વના પાઠવી છે.
તેમ જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવ્યુ છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
