News of Friday, 11th September 2026
રાજકોટના કોર્પોરેટરોને વેતન નહીં, પરંતુ ભ્રષ્ટાચાર પણ ઓછો લાગે છે: કોર્પોરેટરોનો પગાર વધારાની માંગ સામે અમિત ચાવડાની પ્રતિક્રિયા
અમિત ચાવડાએ કહ્યું કે પ્રજાને સુખાકારી મળતી નથી, પરંતુ દરેક જિલ્લામાં બનતા કમલમ પ્રજાના પૈસે બની રહ્યા છે.

રાજકોટના કોર્પોરેટરોનો પગાર 15 હજારથી વધારીને 50 હજાર કરવાની માંગ સામે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે રાજકોટના કોર્પોરેટરોને વેતન નહીં, પરંતુ ભ્રષ્ટાચાર પણ ઓછો લાગે છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં સુધી કમિશનના પૈસા કમલમ સુધી ન પહોંચે ત્યાં સુધી એકપણ કોન્ટ્રાક્ટ પર સહી થતી નથી. અમિત ચાવડાએ કહ્યું કે પ્રજાને સુખાકારી મળતી નથી, પરંતુ દરેક જિલ્લામાં બનતા કમલમ પ્રજાના પૈસે બની રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જો પ્રજાના પ્રતિનિધિને પગાર ઓછો પડતો હોય તો પ્રજાના પૈસા લૂંટવા કોઈપણ રીતે યોગ્ય નથી.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
