તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
રાજકોટ જિલ્લામાં ૨.૭૨, કપરાડા ૧.૭૩, પડધરી ૧.૫૦, દિયોદર ૧.૪૬ નાનાપોંઢા ૧.૩૪, મોડાસા ૧.૨૨ અને મુન્દ્રા ૧.૦૬ ઇંચ
વરસાદી સિસ્ટમ્સ રાજસ્થાન ભણી ખસતા રાજ્યભરમાં મેઘરાજાના ખમૈયાઃ ૩૩ જીલ્લાના ૨૨૬ તાલુકાઓમાં હળવો વરસાદ : ઉકાઇ ડેમની જળ સપાટી સતત વધીને ૩૩૨.૪૨ ફૂટ પહોંચીઃ મધુવન ડેમની જળ સપાટી ૭૪ મીટરને પાર થઈ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ ભારેથી અતી ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદી સિસ્ટમ્સ અચાનક રાજસ્થાન ભણી ખસતા આપણે ત્યાં હવે આ સિસ્ટમ નબળી પડતા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે અને વરાપ પણ નિકળશે તેમ મનાય છે.
મહારાષ્ટ્રના પ્રકાશા અને હથનુર ડેમ માંથી મોટી માત્રામાં પાણી છોડાતા આપણા ઉકાઇ ડેમની જળ સપાટી સતત વધીને આજે સવારે ૬ કલાકે ફૂટે પહોંચી છે, ડેમમાં ક્યુસેક પાણીના ઈન્ફલો સામે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, કોઝાવે ઉપર યથાવત પાણી ફરી વળ્યાં છે આજે સવારે ૬ કલાકે કોઝવે ની જળ સપાટી મીટરે પહોંચી છે અને હજુ આંહીથી ક્યુસેક પાણી વહી રહ્યું છે, તો દમણગંગાના મધુવન ડેમ ની જળ સપાટી આજે સવારે ૮ કલાકે મીટરે પહોંચી છે, ડેમ માં ક્યુસેક પાણી ના ઈન્ફલો સામે ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમના ૪ દરવાજા ૧ મીટર ખુલ્લા રખાયા છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકનો એટલે કે તા.૦૨-૦૮-૨૦૨૬ સવારે ૦૬ વાગ્યા થી ૦૩-૦૮-૨૦૨૬ સવારે ૦૬ સુધી માં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો
રાજકોટ જિલ્લોઃ રાજકોટ ૬૯ મી.મી. (૨.૭૨), પડધરી ૩૮ મી.મી. (૧.૫૦), ગોંડલ ૧૦ મી.મી. (૦.૩૯), જેતપુર ૧૦ મી.મી. (૦.૩૯), જસદણ ૯ મી.મી. (૦.૩૫)
વલસાડ જિલ્લોઃ કપરાડા ૪૪ મી.મી. (૧.૭૩), નાનાપોંઢા ૩૪ મી.મી. (૧.૩૪), ધરમપુર ૧૩ મી.મી. (૦.૫૧), વાપી ૧૧ મી.મી. (૦.૪૩).
બનાસકાંઠા જિલ્લોઃ દિયોદર ૩૭ મી.મી. (૧.૪૬), કાંકરેજ ૨૦ મી.મી. (૦.૭૯), ઓગડ ૧૪ મી.મી. (૦.૫૫), પાલનપુર ૧૨ મી.મી. (૦.૪૭), ડીસા ૧૧ મી.મી. (૦.૪૩), દાંતા ૧૦ મી.મી. (૦.૩૯), દાંતીવાડા ૧૦ મી.મી. (૦.૩૯).
અરવલ્લી જિલ્લોઃ મોડાસા ૩૧ મી.મી. (૧.૨૨), સથંબા ૧૬ મી.મી. (૦.૬૩), મેઘરજ ૯ મી.મી. (૦.૩૫).
કચ્છ જિલ્લોઃ મુન્દ્રા ૨૭ મી.મી. (૧.૦૬).
સુરત જિલ્લોઃ અંબિકા ૨૭ મી.મી. (૧.૦૬), બારડોલી ૨૫ મી.મી. (૦.૯૮), ઉમરપાડા ૨૪ મી.મી. (૦.૯૪), મહુવા ૧૬ મી.મી. (૦.૬૩), પલસાણા ૧૧ મી.મી. (૦.૪૩), માંડવી ૧૦ મી.મી. (૦.૩૯), અરેઠ ૮ મી.મી. (૦.૩૧), કામરેજ ૭ મી.મી. (૦.૨૮).
ડાંગ જિલ્લોઃ સુબીર ૨૫ મી.મી. (૦.૯૮), આહવા ૨૧ મી.મી. (૦.૮૩), વઘઈ ૧૦ મી.મી. (૦.૩૯).
જૂનાગઢ જિલ્લોઃ જૂનાગઢ ૨૩ મી.મી. (૦.૯૧), જૂનાગઢ શહેર ૨૩ મી.મી. (૦.૯૧), ભેસાણ ૧૨ મી.મી. (૦.૪૭), મેંદરડા ૯ મી.મી. (૦.૩૫), માણાવદર ૯ મી.મી. (૦.૩૫), વંથલી ૮ મી.મી. (૦.૩૧).
ખેડા જિલ્લોઃ નડિયાદ ૧૯ મી.મી. (૦.૭૫), માતર ૧૯ મી.મી. (૦.૭૫), ફાગવેલ ૧૪ મી.મી. (૦.૫૫), મહુધા ૮ મી.મી. (૦.૩૧).
તાપી જિલ્લોઃ ડોલવણ ૧૯ મી.મી. (૦.૭૫), વાલોડ ૧૭ મી.મી. (૦.૬૭), ઉકાઈ ૧૨ મી.મી. (૦.૪૭), વ્યારા ૧૦ મી.મી. (૦.૩૯), નિઝર ૧૦ મી.મી. (૦.૩૯), સોનગઢ ૯ મી.મી. (૦.૩૫).
વડોદરા જિલ્લોઃ કરજણ ૧૯ મી.મી. (૦.૭૫), સિનોર ૧૩ મી.મી. (૦.૫૧), વાઘોડિયા ૮ મી.મી. (૦.૩૧), સાવલી ૭ મી.મી. (૦.૨૮), વડોદરા ૭ મી.મી. (૦.૨૮ ).
નર્મદા જિલ્લોઃ સાગબારા ૧૯ મી.મી. (૦.૭૫), તિલકવાડા ૧૮ મી.મી. (૦.૭૧), ડેડીયાપાડા ૧૬ મી.મી. (૦.૬૩), ગરુડેશ્વર ૧૫ મી.મી. (૦.૫૯), નાંદોદ ૧૨ મી.મી. (૦.૪૭), ચીખલી (ચિકડા) ૧૨ મી.મી. (૦.૪૭).
સાબરકાંઠા જિલ્લોઃ ઈડર ૧૭ મી.મી. (૦.૬૭), પ્રાંતિજ ૧૫ મી.મી. (૦.૫૯), વડાલી ૧૩ મી.મી. (૦.૫૧), તલોદ ૧૧ મી.મી. (૦.૪૩), વિજયનગર ૧૧ મી.મી. (૦.૪૩).
છોટાઉદેપુર જિલ્લોઃ નસવાડી ૧૬ મી.મી. (૦.૬૩), જેતપુર પાવી ૧૧ મી.મી. (૦.૪૩), બોડેલી ૧૦ મી.મી. (૦.૩૯), કવાંટ ૮ મી.મી. (૦.૩૧), કડવાળ ૭ મી.મી. (૦.૨૮).
પાટણ જિલ્લોઃ રાધનપુર ૧૬ મી.મી. (૦.૬૩).
અમરેલી જિલ્લોઃ બગસરા ૧૫ મી.મી. (૦.૫૯), ધારી ૧૨ મી.મી. (૦.૪૭), સાવરકુંડલા ૧૧ મી.મી. (૦.૪૩), કુંકાવાવ-વડિયા ૧૦ મી.મી. (૦.૩૯), લાઠી ૭ મી.મી. (૦.૨૮).
મહિસાગર જિલ્લોઃબાલાસિનોર ૧૫ મી.મી. (૦.૫૯), ખાનપુર ૧૦ મી.મી. (૦.૩૯), કઠલાલ (કોઠામ્બા) ૮ મી.મી. (૦.૩૧).
પંચમહાલ જિલ્લોઃ ઘોઘંબા ૧૪ મી.મી. (૦.૫૫), જાંબુઘોડા ૧૦ મી.મી. (૦.૩૯), કાલોલ ૭ મી.મી. (૦.૨૮).
જામનગર જિલ્લોઃ લાલપુર ૧૩ મી.મી. (૦.૫૧), જામનગર ૧૦ મી.મી. (૦.૩૯).
ભરૂચ જિલ્લોઃ ઝઘડિયા ૧૨ મી.મી. (૦.૪૭), ભરૂચ ૧૧ મી.મી. (૦.૪૩), વાગરા ૯ મી.મી. (૦.૩૫), હાંસોટ ૮ મી.મી. (૦.૩૧).
સુરેન્દ્રનગર જિલ્લોઃ મૂળી ૧૨ મી.મી. (૦.૪૭), ચોટીલા ૮ મી.મી. (૦.૩૧), વઢવાણ ૭ મી.મી. (૦.૨૮), થાનગઢ ૭ મી.મી. (૦.૨૮), સાયલા ૭ મી.મી. (૦.૨૮).
મોરબી જિલ્લોઃ ટંકારા ૯ મી.મી. (૦.૩૫).
દાહોદ જિલ્લોઃ સુખસર ૯ મી.મી. (૦.૩૫), ધાનપુર ૮ મી.મી. (૦.૩૧), દેવગઢ બારિયા ૭ મી.મી. (૦.૨૮).
પોરબંદર જિલ્લોઃ પોરબંદર ૯ મી.મી. (૦.૩૫).
આણંદ જિલ્લોઃ આંકલાવ ૧૧ મી.મી. (૦.૪૩), ખંભાત ૮ મી.મી. (૦.૩૧), સોજીત્રા ૭ મી.મી. (૦.૨૮).
મહેસાણા જિલ્લોઃ કડી ૧૨ મી.મી. (૦.૪૭).
બોટાદ જિલ્લોઃ બોટાદ ૭ મી.મી. (૦.૨૮) મુખ્યત્વે વરસાદ નોંધાયો છે.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
