તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
રાજપીપલા નાગરિક સહકારી બેંક દ્વારા આધુનિક ATM સેવાનો પ્રારંભ
ATM ની શરૂઆત થતા ગ્રાહકોમાં ખુશી છવાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપલા નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા ગ્રાહકોને વધુ સુવિધાસભર અને ઝડપી બેંકિંગ સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી ATM સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ એ ટી એમનું લોકાર્પણ ચેરમેન અમિત ગાંધીના હસ્તે કરવામાં આવ્યું જેમની સાથે અન્ય ડિરેક્ટરો ડો.નિખિલ મહેતા, ડો.નૈષધ પરમાર, ધર્મેશ પંડ્યા સહિત ડિરેક્ટર અને બેંકના સી.ઈ.ઓ જયેશ પંચોલી, પૂર્વ સીઇઓ મલ્કેશ શાહ સહિત બેંકના કર્મચારીઓ અને નગર આગેવાનો હાજર રહ્યા હતા.
આ બાબતે ચેરમેન અમિત ગાંધીએ જણાવ્યું હતું. કે બેંકના ગ્રાહકો હવે ATM કાર્ડ દ્વારા બેંકના ATM ઉપરાંત અન્ય બેંકોના ATM પરથી પણ નાણાં ઉપાડી શકશે તેમજ POS મશીન અને Tap Banking જેવી આધુનિક સુવિધાઓનો લાભ મેળવી શકશે. આ નવી સેવા ગ્રાહકોને સરળ, સુરક્ષિત અને ઝડપી બેંકિંગ વ્યવહારની સુવિધા પૂરી પાડશે. બેંક સતત ગ્રાહક કેન્દ્રિત અને ટેકનોલોજી આધારિત સેવાઓ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.
ATM ની શરૂઆત થતા ગ્રાહકોમાં ખુશી છવાઈ છે.
(9:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
