તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 29th July 2026
નર્મદા જીલ્લાના ભચરવાડા ગામના પ્રહલાદભાઈ પટેલને ચેક રીટર્ન કેસમાં રાજપીપળા કોર્ટે ૧ વર્ષની સજા ફટકારી
વકીલ તપન.એચ.મઢીવાલાની ધારદાર દલીલો તેમજ પુરાવાને કોર્ટે માન્ય રાખી સજા ફટકારી

(ભરત શાહ દ્વારા )નર્મદા :પ્રસ્તુત હકીકત એવી છેકે, નર્મદા જિલ્લાના ભચરવાડા ગામના પ્રહલાદભાઈ પરાગભાઈ પટેલ ને ખેતી કામ અર્થે પૈસાની જરૂર હોય તેમ જણાવી ફરીયાદી ઘનશ્યામભાઈ સોમાભાઇ પટેલ પાસે હાથ ઉછીના રૂ. ૩,૦૦,૦૦૦/- ની માંગણી કરેલી અને ફરિયાદી ઘનશ્યામભાઈ સોમાભાઇ પટેલે તે સમયે તેઓના સબંધ ધ્યાનમાં રાખી મિત્રતાના નાતે પ્રહલાદભાઈ પરાગભાઈ પટેલને ત્રણ લાખ રૂપિયા રોકડ આપેલા અને તે ત્રણ લાખ રૂપિયા પરત આપી દેવાનો વાયદો કરેલો. જે વાયદા મુજબ ફરીયાદીના નાણાં પરત ન આવતા તેમની પાસે માંગણી કરતા તેમણે એક ચેક લખી આપેલો જે ચેક ફરીયાદીએ બેંકમાં રજુ કરતા ચેક પરત ફરેલ જેથી ફરીયાદીએ કાયદાનુસાર વકીલ તપન એચ. મઢીવાલા મારફતે કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ અને તે કેસ ચાલી જતા ફરીયાદ પક્ષના વકીલ તપન.એચ.મઢીવાલા ની ધારદાર દલીલો તેમજ પુરાવાને કોર્ટે માન્ય રાખી ચીફ. જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ રાજપીપલા કોર્ટે તારીખ- ૨૪/૭/૨૬ ના રોજ પ્રહલાદભાઈ પરાગભાઈ પટેલ રહે. મુ.ભચરવાડા, નાંદોદ નર્મદા ને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ- ૨પપ(૨) અન્વયે ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ. ૧૩૮ના ગુન્હા સબબ તકસીરવાન ઠરાવી અધિનિયમની જોગવાઈના ભંગ બદલ ૧ (એક) વર્ષની કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે. વધુમા ફરીયાદીને ચેકની રકમ રૂ. ત્રણ લાખ પુરા પુરાની રકમ ફરીયાદ દાખલ થયા તારીખથી ૮ ટકાના ચઢતા વ્યાજ સાથે ફરીયાદીને વળતર પેટે દીન-૬૦માં ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો છે. આ વળતરની રકમ ચુકવવામાં કસુર કર્યેથી વધુ ર (બે) માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ. કર્યો હતો.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
