તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
રાજપીપલાની કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો
વનકર્મીના કેસમાં સુપ્રીમ માંથી જામીન પણ મળશે અને નિર્દોષ છૂટશે તેવી આશા બંધાઈ

(ભરત શાહ દ્વારા )નર્મદા:રાજપીપલાની એડી . ચીફ. જ્યુ . મેજિસ્ટ્રેટ ની કોર્ટ માં ચાલેલા કેસમાં આરોપી ધારાસભ્ય ચૈતર વસાવા ને કોર્ટે નિર્દોષ જાહેર કરતા ચૈતર વસાવાના સમર્થકોમાં ખુશીની લાગણી ફેલાઈ છે .
પ્રાપ્ત માહિતી મુજબ મોવી ગામની ખાનગી માલિકીની જમીનમાં ગેરકાયદેસર બાંધકામ અંગે ગામના સરપંચ નોટિસ બજવણી માટે ગયા ત્યારે તેમની ઉપર ચૈતર વસાવા તથા અન્યોએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી જે અંગે FIR થતા આ કેસ રાજપીપલાની કોર્ટમાં ચાલી જતા બચાવપક્ષના વકીલ કિશોર તડવીએ રજુ કરેલ પુરાવા, હાઇકોર્ટ સુપ્રીમકોર્ટના ચુકાદા અને ધારદાર દલીલોને ધ્યાનમાં લઇ આરોપીઓ ને નિર્દોષ જાહેર કરતા ચૈતર વસાવા ના સમર્થકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી . લોકચર્ચા મુજબ ચૈતર વસાવા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો હતો .જયારે એક ચર્ચા મુજબ આ કેસની કલમો જેવી કલમો વનકર્મીના કેસમાં છે જેથી સુપ્રીમકોર્ટમાં તેમને જામીન મળી જશે તેવી સૌને આશા બંધાઈ છે .
(6:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
